Science Fair

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી                     

                           ફેબ્રુઆરી મહિનામાં નાલંદા વિદ્યાલય માં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઇ હતી .જેમાં શિક્ષકો દ્વારા તૈયાર કરેલ પ્રવૃત્તિઓ ફેબ્રુઆરી મહિનાના દર શનિવારે મોકલવામાં આવતી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ પ્રવૃત્તિઓ ને જોતા અને તેમાંથી પ્રેરણા લઈને તેમના લાયક જુદા જુદા પ્રોજેક્ટ બનાવી સ્કૂલમાં જમા કરાવ્યા હતા .ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા પ્રોજેક્ટનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓ પોતે બનાવેલ બધા પ્રોજેક્ટ ની રજૂઆત તેમના શબ્દો દ્વારા કરવામાં આવી હતી. જેમાં દર્શનાબેન દ્વારા પ્રદર્શનનું ઉદઘાટન કરવામાં આવેલું હતું. ત્યારબાદ શાળા માં આવેલા દરેક શિક્ષકો ,વિદ્યાર્થીઓ પ્રદર્શનને નિહાળ્યું અને વિદ્યાર્થીઓને સાંભળ્યા હતા. પ્રદર્શન માં જે વિદ્યાર્થીઓએ શાળા પ્રોજેક્ટ બનાવ્યા હતા તેમને પ્રથમ ક્રમાંક ,બીજો ક્રમાંક ,અને ત્રીજો ક્રમાંક આપવામાં આવેલા હતા.